-
ભરવાડ યુવા સંગઠનઅમારા વિશે
ભરવાડ યુવા સંગઠન - આ વિચારને આકાર આપ્યો ભરવાડ સમાજના થોડા દૂરંદેશી યુવાનોએ. એક સામાન્ય ચર્ચાથી શરૂ થયેલી આ વાત સમાજના સર્વે ઉપર જઈને સ્થિર થઇ અને આ સર્વેમાં શિક્ષણ પ્રત્યે નિરસતા, સમાજમાં પ્રવર્તા કુરિવાજો, યુવાનોને વ્યસનોનું વળગણ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નાણાંને અભાવે પડતી ઉચ્ચ અભ્યાસની તકલીફો, આરોગ્યને લગતા પ્રશ્નો, બિન રોજગાર યુવાનો, જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જયારે આ સર્વેના પરિણામો નજર સમક્ષ આવ્યા ત્યારે ચોંકાવનારા હતા.
આખરે, 24 નવેમ્બર 2017ના રોજ આ યુવાનોએ સમાજને ઉપરના મુદ્દાઓમાંથી ઉગારવાનું બીડું ઝડપીને હૈયાના ઊંડાણથી કામે લાગ્યા અને આકાર પામ્યું ``ભરવાડ યુવા સંગઠન``.
આ સંગઠન આગામી સમયમાં સમાજમાં શિક્ષણ પ્રત્યે ફેલાયેલી ઉદાસીનતાને દૂર કરશે અને જાગૃતિ ફેલાવવાની સાથે સાથે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ કરશે. ભણેલા અને ઓછું ભણેલા યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન આપી આર્થિક રીતે પગભર થવાય તેવી નોકરી મેળવવામાં મદદ કરશે. યુવાનોને વ્યસન મુક્ત કરવાની ઝુંબેશ, સમાજમાં ફેલાયેલા કુરિવાજો પ્રત્યે સાચી સમજણ અને જાગૃતિની સાથે સાથે ધર્મ પ્રત્યે નિષ્ઠા વધે તેવા પ્રયત્નો કરશે. સમયાન્તરે આરોગ્ય અને શિક્ષણલક્ષી શિબીરોથી સમાજને યોગ્ય રસ્તે લઇ જવાનો પૂરો પ્રયત્ન કરશે.
ગુજરાત રાજ્યમાં આકાર પામેલું ``ભરવાડ યુવા સંગઠન`` આજે યુવા જોડો અભિયાનથી ખુબ જ સફળતા તરફ આગળ વધી રહ્યું છે. આપણા સમાજના વ્યક્તિ તરીકે આપ જાણો છો કે આ કાર્ય જરૂર કઠિન છે, પરંતુ આજના આધુનિક યુગમાં અશક્ય જરા પણ નથી, તો આવો આપ પણ જોડાઈ અને આપણા સમાજને વધુ મજબૂત કરવામાં આપનો યથાયોગ્ય સહકાર આપો.